Dr. Ambedkar Awas Yojana: ડૉ.આબેડકર આવાસ યોજના 2024-25 ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવીને રાજ્યનો કોઈ નાગરિક/પરિવાર ઘરવિહોણા ના રહે તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ આવાસ યોજના શરુ કરવામાં આવેલ છે જે અંતર્ગત આજે આપણે અહીં ગુજરાતના અનુસુચિત જાતીના લોકો માટે ડૉ.આબેડકર આવાસ યોજના શરુ કરવામાં આવેલ છે. આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ કચેરી આ યોજના અંતર્ગત લાભાર્થીને સહાય પૂરી પાડવાની કામગીરી પૂરી પાડે છે જેથી આ યોજના વિશે લાભાર્થીની પાત્રતા, જરુરી ડોક્યુમેન્ટ, અરજી પ્રકિયા, સહાયની વિગત નીચે આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.
Ambedkar Awas Yojana: ડૉ.આબેડકર આવાસ યોજના 2024-25
ડૉ.આબેડકર આવાસ યોજના 2024-25 ટૂંકમાં માહિતી-Ambedkar Awas Yojana 2024-25
યોજનાનું નામ | ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫ |
કયા રાજ્યમાં અમલમાં છે ? | ગુજરાત યોજના |
કોણ આ યોજનાનો લાભ લઇ શકે ? | અનુસુચિત જાતીનાં ઘર વિહોણા લોકો |
સહાયની રક | 1,20,000/- [એક લાખ વીસ હાજાર પુરા] |
અરજીની સ્થિતિ | હાલ અરજી ચાલુ છે |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન અરજીની વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫નો હેતુ/ઉદ્દેશ્ય:
ગુજરાત સરકાર રાજ્અયના લોકોને માથે છત (ઘરનું ઘર) હોય તેવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન સહાય પૂરી પાડવામાં આવે છે.
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫ની સહાય મેળવવાની પાત્રતા/લાયકાત, કોને મળશે લાભ ?
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
ઉંમર:
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫ની સહાય મેળવવાની લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫નો સહાયની વિગત
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫નો સહાયની વિગત નીચ મુજબ છે.
ક્રમ | મકાનની સ્થિતિ | સહાયના હપ્તાની વિગત |
01 | વહીવટી મંજૂરીના હુકમ સાથે | 40,000/- |
02 | લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ | 60,000/- |
03 | શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી | 20,000/- |
કુલ સહાયની રકમ | 1,20,000/- |
ડૉ.આબેડકર આવાસ યોજના અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
ડૉ.આબેડકર આવાસ યોજના ૨૦૨૪-૨૫ના સહાય મેળવવાના ડોક્યુમેન્ટ/દસ્તાવેજની યાદી નીચે મુજબ આપેલ છે.
ક્રમ | ડોક્યુમેન્ટની વિગત |
01 | અરજદારનું આધાર કાર્ડ |
02 | અરજદારનું રેશનકાર્ડ |
03 | અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો |
04 | અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો |
05 | રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક) |
06 | જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ) |
07 | બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું) |
08 | પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો) |
09 | જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી |
10 | ચૂંટણી ઓળખપત્ર |
11 | મકાન બાંધકામ ચિઠ્ઠી |
12 | સ્વ-ઘોષણા પત્ર(Self Declaration) |
13 | જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો |
ડૉ.આબેડકર આવાસ યોજના સ્વ-ઘોસના પત્ર (Self-Declaration) અને ચતુર્સીમાંનો દાખલો
ડૉ.આબેડકર આવાસ યોજના સ્વ-ઘોસના પત્ર (Self-Declaration) અને ચતુર્સીમાંનો દાખલો નીચે આપેલ લીંકથી સીધું ડાઉનલોડ કરી શકાશે.
ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજી કરવાની સરળ રીતે નીચે મુજબ છે.
- સૌ પ્રથમ ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજી કરવા ઓફીશીયલ વેબસાઈટ:esamajkalyan.gujarat.gov.in/ ઓપન કરો
- ત્યારબાદ વેબસાઈટનાં હોમ પેજ ખુલશે. જેમાં હોમની બાજુમાં Director Scheduled Cast Welfare ક્લિક કરી યોજનાની જરૂરી માહિતી મેળવો અને User Registration Details પર કલીક કરી માંગેલ માહિતી ભરો.
- જેનાથી તમારો યુજર અને પાસવર્ડ જનારેટ થશે જેનાથી લોગીન કરી જરૂરી માહિતી ભરો એન ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમામ માહિતી ભર્યા પછી સબમિટ અરજી પર ક્લિક કરો
- અરજીની એક પ્રિન્ટ આપની પાસે સાચવીને રાખો.
ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજીનું સ્ટેટ્સ ચેક કરો
ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજીનું સ્ટેટ્સ ચેક કરવા માટે નીચેના સ્ટેપ મુજબ આગાળ વધો.
- સૌ પ્રથમ ડૉ.આબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજી કરવા ઓફીશીયલ વેબસાઈટ: esamajkalyan.gujarat.gov.in ઓપન કરો
- ત્યારબાદ અરજી નંબર દાખલ કરો.
- પછી જન્મ તારીખ નાખી સ્થિતિ જુઓ પર ક્લિક કરી અરજીની લાઈવ સ્થિતિ જોઈ શકાશે.
Ambedkar Awas Yojana 2024-25 અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીનું સ્ટેટ્સ જોવા માટે | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો:–
ડૉ.આબેડકર આવાસ યોજનામાં કેટલી સહાય મળે છે ?
ડૉ.આબેડકર આવાસ યોજનામાં ત્રણ હપ્તામાં 1,20,000/- હજારની સહાય મળે છે.
ડૉ.આબેડકર આવાસ યોજના સ્વ-ઘોસના પત્ર (Self-Declaration) અને ચતુર્સીમાંનો દાખલો આપવો જરુરી છે?
હા, સ્વ-ઘોસના પત્ર (Self-Declaration) અને ચતુર્સીમાંનો દાખલો આપવો જરુરી છે.
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…