Vahli Dikri Yojana Gujarat 2025:ગુજરાત સરકાર દીકરીઓના સ્વર્ણિમ ભવિષ્ય માટે આપશે 1,10,000/- સહાય સીધી બેંક ખાતામાં અરજી ફોર્મ શરુ

Vahli Dikri Yojana Gujarat 2024:ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની દીકરીઓના ઉત્કર્ષ અને કલ્યાણ માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. આ યોજના દીકરીઓના જન્મથી લઈને તેમના શિક્ષણ અને લગ્ન સુધીના વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી પાડે છે, જેનાથી તે આત્મનિર્ભર અને સ્વાવલંબન બનતા હોય છે. આ યોજનાનાં અમલીકરણ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની જીલ્લા કક્ષાએ પ્રોગ્રામ અધિકારી, (આઈ.સી.ડી.એસ) જે જીલ્લ્લા પંચાયત ખાતે આવેલ એક શાખા છે જે જે-તે જીલ્લામાં આ યોજનાનો લાભ દીકરીઓને આપવા કાર્યશીલ છે.

Vahli Dikri Yojana Gujarat 2025:વ્હાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે:

  • દીકરીઓનો જન્મ વધારવો: દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું.
  • ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા: દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે સહાય પૂરી પાડવી.
  • સામાજિક સમાનતા: દીકરીઓને સમાજમાં સમાનતા અને સન્માન અપાવવું.
  • આર્થિક સુરક્ષા: દીકરીઓને જીવનના વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી પાડવી.

Vahli Dikri Yojana Gujarat 2025:વ્હાલી દીકરી યોજનાનો પાત્રતા

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવાવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરુરી છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે છે.
  • અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખ. થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે.

Vahli Dikri Yojana Gujarat 2025:વ્હાલી દીકરી યોજનાની સહાય

ગુજરાત વહલી દિકરી યોજના હેઠળ લાભાર્થીને નીચે મુજબનો લાભ આપવામાં આવશે

તબક્કાઓરકમ
જ્યારે એક છોકરી ધોરણ 1 માં દાખલ થાય છેરૂ. 4,000/-
જ્યારે એક છોકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છેરૂ. 6,000/-
જ્યારે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવે છે અથવા લગ્ન કરે છેરૂ. 1,00,000/-
કુલ સહાયની રકમ રૂ. 1,10,000/-

Vahli Dikri Yojana Gujarat 2025:વ્હાલી દીકરી યોજનાના જરુરી દસ્તાવેજ

અરજી સાથે નીચેના પુરાવા રજુ કરવાના રહેશે (ચેક લીસ્ટ)

  • લાભાર્થી દિકરીની માતા-પિતાની સંયુક્ત આવક અંગેનો ચીફ ઓફીસર/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇપણ એકનો દાખલો
  • લાભાર્થી દિકરીના માતા-પિતાની ઉંમર અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો (અન્ય કોઈ આધારભુત પુરાવો ન હોય તો PHC/CHC/સિવીલ સર્જન પૈકીના કોઈપણ એક સરકારી ડૉક્ટરી પ્રમાણપત્ર/ સર્ટીફીકેટ)
  • લાભાર્થી દિકરીના આધાર કાર્ડની નકલ (જો હોય તો)-
  • લાભાર્થી દિકરીના માતાના આધાર કાર્ડની નકલ
  • લાભાર્થી પિતાના આધાર કાર્ડની નકલ
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થી દિકરીના બેંક ખાતાની પાસબુકની નકલ.

Vahli Dikri Yojana Gujarat 2025:વ્હાલી દીકરી યોજનાની અરજી કરવાની રીત

વ્હાલી દીકરી યોજનાની અરજી કરવાની રીત નીચે મુજબ છે.

  • વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ઓનલાઈન અથવા નિકટવર્તી આંગણવાડી કે સરકારી કચેરીમાંથી મેળવી શકાય છે.
  • અરજદારો આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/CDPO(ICDS) ઑફિસ/જિલ્લા મહિલા અને બાળ અધિકારી ઑફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે.
  • ભરેલ ફોર્મ અને દસ્તાવેજો આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/CDPO(ICDS) ઑફિસ/જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં જમા કરાવવાં
  • અરજીપત્રકો અને દસ્તાવેજોની સંબંધિત અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
  • અરજદારને પાત્રતા કે અયોગ્યતા વિશે SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • ડિપાર્ટમેન્ટ ઑફિસ દ્વારા આખરે તેમની અરજી મંજૂર થઈ જાય પછી પાત્ર લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય મળશે.

Vahli Dikri Yojana Gujarat 2025 અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
અરજી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…


Leave a Comment