Commercial Pilot Yojana 2024: હવે ગુજરાતના વિધાર્થીઓને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા ૨૫ લાખની મેગા સહાય જાહેર

Commercial Pilot Yojana 2024: આકાશમાં ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. જો તમે કોમર્શિયલ પાયલોટ બનવાનું સપનું જુએ છે અને તે માટે જરૂરી તાલીમ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ કોમર્શિયલ પાયલોટ લાયસન્સ માટે રૂ. ૨૫.૦૦ લાખ સુધીની લોન સહાય પૂરી પાડી રહી છે. આ યોજના તમારા માટે કેવી રીતે લાભદાયી છે તે જાણીએ.

Commercial Pilot Yojana 2024: કોમર્શીયલ પાયલોટ યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦લાખની લોન.

Commercial Pilot Yojana: કોમર્શીયલ પાયલોટ યોજનાની પાત્રતા

  • ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કેતેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધીજ શૈક્ષણિક , ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

Commercial Pilot Yojana: કોમર્શીયલ પાયલોટ યોજના લોન સહાયની વિશેષતાઓ

  • ઉચ્ચ રકમ: રૂ. ૨૫.૦૦ લાખ સુધીની લોન, જે તાલીમ અને લાયસન્સ માટેનો તમામ ખર્ચ આવરી લે છે.
  • વાજબી વ્યાજ દર: વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
  • વિલંબીત ચુકવણી અવધિ: નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.
  • આવક મર્યાદા: આ યોજનાની સહાય માટે કોઈ આવક મર્યાદા નથી.
  • જામીનદાર: એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.
  • મોર્ગેજ: લોન મંજૂર થયેથી વિદ્યાર્થી / ઉમેદવારના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.

Commercial Pilot Yojana: કોમર્શીયલ પાયલોટ યોજનાનાં મહત્વાના જરુરી આધારો

કોમર્શીયલ પાયલોટ યોજનાનો લાભ મેળવવા મહત્વાના જરુરી આધારોની યાદી નેચે મુજબ છે.

  • જાતિનો દાખલો
  • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)
  • પ્રવેશ આપવા અંગેનુ સંમતિપત્રક
  • વિદેશમાં તાલીમ લેવાની હોય તો તાલીમાર્થીના પાસપોર્ટની નકલ, જે તે દેશના વીઝાની નકલ અને એર ટીકીટની નકલ
  • તાલીમાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
  • તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો

Commercial Pilot Yojana: કોમર્શીયલ પાયલોટ યોજનાની અરજી કરવાની રીત

કોમર્શીયલ પાયલોટ યોજનાની લાઈસન્સ તાલીમ લેવા ઓનલાઇન અરજી કરવાની રીત નીચે મુજબ છે.

  • અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
  • ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
  • જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
  • ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
  • વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
  • પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
  • મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
  • અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.

Commercial Pilot Yojana અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અરજીનું સ્ટેટ્સ જોવા માટે અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment