Vidhava Sahay Yojana Gujarat 2024: સરકાર આપશે ગંગાસ્વરૂપ બહેને દર મહીને 1250/-ની સહાય સીધી બેંક ખાતામાં

Vidhava Sahay Yojana Gujarat 2024: વિધવા સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. વિધવા સહાય યોજના હેઠળ, જે મહિલાઓના પતિનું અવસાન થઈ ગયું છે અને જેઓ આર્થિક રીતે અભાવમાં છે, તેમને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

Vidhava Sahay Yojana Gujarat 2024: વિધવા સહાય યોજનાના લક્ષ્યો

  • વિધવા મહિલાઓને સ્વાવલંબન માટે પ્રોત્સાહન આપવું.
  • વિધવા મહિલાઓને આર્થિક સહાય દ્વારા સમાજમાં તેમની સ્થિતિ સુધારવી.
  • વિધવા મહિલાઓને બિમાર થઈ જવાથી તેમની સારી દેખરેખ અને સારવાર માટે આર્થિક મદદ આપવી.

Vidhava Sahay Yojana Gujarat 2024: વિધવા સહાય યોજનાની સહાય

વિધવા સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને નક્કી કરેલી રકમ 1250/- રૂ સહાય આપવામાં આવે છે. આ સહાય રકમ મહિલાની આર્થિક પરિસ્થિતિ અને તેમના પરિવારની જરૂરિયાતો મુજબ આપવામાં આવે છે.

Vidhava Sahay Yojana Gujarat 2024: વિધવા સહાય યોજનાના આધાર પૂરાવા

વિધવા સહાય યોજનાના આધાર પૂરાવાની યાદી નીચે મુજબ છે.

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.

Vidhava Sahay Yojana Gujarat 2024: વિધવા સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી ?

  • પાત્રતા ચકાસણી: પ્રથમ, અરજદાર વિધવા મહિલાએ પાત્રતા માટે જરૂરી માહિતી જેવી કે તેમની વય, આવકની સ્થિતિ, અને તેમના પતિના અવસાનની વિગતોની ચકાસણી કરાવવી પડે છે.
  • ફોર્મ ભરવું: વિધવા સહાય યોજનાના ફોર્મ ઓફલાઈન ભરવામાં આવે છે. ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો, જેમ કે મૃત્યુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડવા જોઈએ.
  • ફોર્મની સબમિશન: ફોર્મ ભર્યા પછી તેને નિકટના મામલતદર કચેરીમાં સબમિટ કરવું.
  • સહાય મેળવવી: અરજદારની માહિતી ચકાસ્યા પછી, યોગ્ય વિધવા મહિલાને આર્થિક સહાયનો લાભ મેળવવામાં આવે છે.

Vidhava Sahay Yojana: વિધવા સહાય યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment