SSC MTS And Havaldar Recruitment 2025: 10 પાસ માટે SSC MTS અને હવાલદારની નવી ભરતી
SSC MTS And Havaldar Recruitment 2025: Staff Selection commission (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (નોન ટેકનિકલ) અને હવલદાર (CBIC અને CBN) પદ માટે કુલ 1075 જગ્યાઓ માટે ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા અધિકૃત વેબસાઇટ https://ssc.gov.in/ પર 26 જૂન 2025થી શરૂ થઇ ચુકી છે અને છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે.આ ભરતીમાં ફોર્મ ભરતાપહેલાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ SSC MTS અને હવલદાર 2025નું સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે જેથી તમામ યોગ્યતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ, વય મર્યાદા અને અન્ય જરૂરી માહિતી મળી શકે તેમજ આ ભરતીને લગતી વધુ માહિતી અહી આર્ટિકલમાં આપેલી છે આર્ટિકલ વાંચો પછી જ ફોર્મ ભરો.આ મોકો ખાસ કરીને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ઉત્તમ છે.વધુ માહિતી માટે અને અરજી કરવા માટે, ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત અવશ્ય લો.
SSC MTS And Havaldar Recruitment 2025: ભરતી વિશે માહિતી
ભરતી બોર્ડ | Staff Selection commission (SSC) |
જાહેરાત ક્રમાંક | F.No.- E/15/2025-C-2 |
પોસ્ટનું નામ | મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને હવાલદાર |
કેટેગરી | વર્ગ ૩ |
કુલ જગ્યાઓ | ખાલી જગ્યાઓ એકત્રિત કરવામાં આવી રહી છે |
પગાર ધોરણ | ૧૯૦૦૦/- |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ | ૨૬/૦૬/૨૦૨૫ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૪/૦૭/૨૦૨૫ |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.gov.in |
અન્ય ભરતી વિશે પણ વાંચો:RMC livestock Inspector Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ભરતી 2025
SSC MTS And Havaldar Recruitment 2025: લાયકાત
૧)મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી 10મી (હાઈસ્કૂલ) પરીક્ષા પાસ.
૨)હવાલદાર : કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી 10મી (હાઈસ્કૂલ) પરીક્ષા પાસ.
SSC MTS And Havaldar Recruitment 2025: કુલ જગ્યાઓ
આ જગ્યાઓ માટે કામચલાઉ ખાલી જગ્યાઓ નીચે મુજબ છે:
- MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) : ખાલી જગ્યાઓ એકત્રિત કરવામાં આવી રહી છે
- હવાલદાર CBIC અને CBN માટે: ૧૦૭૫
SSC MTS And Havaldar Recruitment 2025: વય મર્યાદા
- 01 ઓગસ્ટ 2025 સુધી ઉમેદવારની વય નીચે મુજબ હોવી જોઈએ:
- MTS અને હવાલદાર (CBN માટે):
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અર્થાત્, ઉમેદવારનો જન્મ 02 ઓગસ્ટ 2000 પહેલાંનો અને 01 ઓગસ્ટ 2007 પછીનો ન હોવો જોઈએ. - હવાલદાર (CBIC માટે) અને MTSના કેટલાક અન્ય પદો માટે:
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અથવા, ઉમેદવારનો જન્મ 02 ઓગસ્ટ 1998 પહેલાંનો અને 01 ઓગસ્ટ 2007 પછીનો ન હોવો જોઈએ.
SSC(Staff Selection commission) ની MTS અને હવાલદારની પોસ્ટ માટે ઉંમર મર્યાદા નીચે મુજબ લાગુ પડે છે.
કેટેગરી | ઉંમર મર્યાદામાં છૂટછાટ |
---|---|
SC/ST | ૫ વર્ષ |
OBC | ૩ વર્ષ |
PwBD (બિન અનામત) | ૧૦ વર્ષ |
PWBD (OBC) | ૧૩ વર્ષ |
PWBD (SC/ST) | ૧૫ વર્ષ |
ભૂતપૂર્વ સૈનિક (ESM) | હાલની ઉંમરમાંથી નોકરીના સમય ઘટાડા પછી ૦૩ વર્ષ |
3 વર્ષથી નિયમિત સેવા આપતા કેન્દ્રીય સરકારના કર્મચારી. | ૪૦ વર્ષની ઉંમર સુધી |
3 વર્ષથી નિયમિત સેવા આપતા કેન્દ્રીય સરકારના કર્મચારી(SC/ST). | ૪૫ વર્ષની ઉંમર સુધી |
વિધવાઓ,પતિથી વિખૂટા પડેલી મહિલાઓ અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ (જેઓએ પુનર્લગ્ન કર્યું નથી) | ૩૫ વર્ષની ઉંમર સુધી |
વિધવાઓ, પતિથી વિખૂટા પડેલી મહિલાઓ અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ(SC/ST) (જેઓએ પુનર્લગ્ન કર્યું નથી) | 40 વર્ષની ઉંમર સુધી |
અન્ય ભરતી વિશે પણ વાંચો:GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી
SSC MTS And Havaldar Recruitment 2025: અરજી ફી
- જનરલ/EWS/OBC: ૧૦૦/-
- SC/ST/Ex-Se/ PWD/ EBC: અરજી ફી ભરવાની રહેશે નહી.
- સ્ત્રીઓ (બધી કેટેગરી માટે): અરજી ફી ભરવાની રહેશે નહી
- તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે
- ઓનલાઇન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૨૫/૦૭/૨૦૨૫ છે.
SSC MTS And Havaldar Recruitment 2025: પસંદગી પ્રકિયા
- MCQ પરીક્ષા (CBRT)
- હવાલદારની પોસ્ટ માટે: PET/PST
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઇનલ મેરીટ યાદી
હવાલદાર માટે શારીરિક પાત્રતા માપદંડ:
શારીરિક ક્ષમતા કસોટી (PET):
આ પરિક્ષામાં ઉમેદવારને નક્કી કરેલ અંતર ચાલીને તથા સાયકલ ચલાવીને પાર કરવાનું રહેશે.
શારીરિક ધોરણ કસોટી (PST):
આ કસોટીમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતી માપવામાં આવશે.
અન્ય ભરતી વિશે પણ વાંચો:SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો
SSC MTS And Havaldar Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?
- અરજીઓ માત્ર SSCની નવી વેબસાઇટ https://ssc.gov.in કે ‘My SSC’ મોબાઇલ એપ્લિકેશન (જેને Google Play Store પરથી ડાઉનલોડ કરી શકાય છે) દ્વારા જ ઑનલાઇન સ્વરૂપે રજૂ કરવી રહેશે.
- જેઓ આ ભરતી માટે અરજી કરવા ઇચ્છે છે અને જેમણે હજી સુધી નવી વેબસાઇટ પર પોતાનું વન ટાઈમ રજિસ્ટ્રેશન (OTR) કર્યો નથી, તેમણે પહેલા તે પૂર્ણ કરવું આવશ્યક છે. કારણ કે SSCની જૂની વેબસાઇટ (https://ssc.nic.in) પર કરાયેલ રજિસ્ટ્રેશન હવે માન્ય રહેશે નહીં.
- વન ટાઈમ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ઉમેદવાર અરજી કરી શકશે.
- એક વખત OTR થઈ જાય બાદમાં તે દરેક ઉમેદવારના માટે નવી વેબસાઇટ પર કરવામાં આવેલી તમામ આગામી ભરતી પ્રક્રિયાઓ માટે પણ માન્ય રહેશે.
- ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી અંતિમ તારીખે ટ્રાફિકની ભીડને ધ્યાનમાં લઈ પૂરતી પૂર્વ તૈયારી સાથે પહેલાંથી જ સબમિટ કરી દેવી.
SSC MTS And Havaldar Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ | ૨૬ જૂન ૨૦૨૫થી ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ. |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૪ જુલાઈ ૨૦૨૫ રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી અરજી કરી શકાશે. |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | ૨૫ જુલાઈ ૨૦૨૫ રાત્રે ૧૧:૦૦ વાગ્યા પહેલા અરજી ફી ભરવાની રહેશે. |
અરજીમાં સુધારણા કરવાની તારીખ | 29 અને 30 જુલાઈ 2025 દરમિયાન રાત્રે 11:00 વાગ્યા સુધી અરજીમાં સુધારો કરી શકાશે. |
પેપર-I (CBT) ની પરીક્ષા | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૨૪ ઑક્ટોબર ૨૦૨૫ સુધી કમ્પ્યુટર આધારિત પરીક્ષાનુ આયોજન થશે. |
SSC MTS And Havaldar Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ
નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |