RMC livestock Inspector Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ભરતી 2025

RMC Livestock Inspector Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર માટે ભરતી જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન તા. ૦૩/૦૭/૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે. ઇન્ટરવ્યુનું સ્થળ ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે.

ઉમેદવારોને ઇન્ટરવ્યુ દરમિયાન તેમની શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, ઓળખપત્ર, અનુભવના પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સાઈઝ ફોટો સહિતના તમામ આવશ્યક દસ્તાવેજોની મૂળ નકલ અને તેની ઝેરોક્સ કૉપીઓ સાથે હાજર રહેવાની વિનંતી કરવામાં આવે છે. આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને મળનારી મહેનતાણું, ફરજિયાત કામકાજની જગ્યાઓ, કામકાજના કલાકો અને અન્ય શરતો માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત નીતિ અનુસાર નિયમો લાગુ પડશે.

વિશેષ નોંધનીય છે કે, ઇન્ટરવ્યુ માટે કોઇ પણ પ્રકારનું ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી નથી. વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને જરૂરી વિગતો ભરી સાથે ઈન્ટરવ્યુ ના દિવસે સાથે રાખવાનું રહેશે.ઇચ્છુક ઉમેદવારોએ જરૂરિયાત મુજબના દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જન્મ તારીખનો પુરાવો, ઓળખપત્ર (આધારકાર્ડ વગેરે), પાસપોર્ટ સાઇઝ ફોટા અને જાતિ આધારિત પ્રમાણપત્રોની નકલ સાથે ઓરિજિનલ દસ્તાવેજો લઇને આપવામાં આવેલી તારીખ અને સ્થળે હાજર રહેવાનું રહેશે. લાયકાત, વયમર્યાદા, પગારધોરણ તથા વધુ વિગત માટે આ આર્ટિકલ ધ્યાનથી વાંચો.

RMC livestock Inspector Recruitment 2025: ભરતી વિશે માહિતી

ભરતી બોર્ડરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
જાહેરાત ક્રમાંક—-
પોસ્ટનું નામલાઈવ સ્ટોક ઇન્સ્પેકટર
કેટેગરીકરાર આધારિત( ૧૧ મહિના )
કુલ જગ્યાઓ૦૬
નોકરીનુ સ્થળરાજકોટ
પગાર ધોરણ૨૫૦૦૦/-
અરજી પદ્ધતિઓફલાઈન
ઇન્ટરવ્યુની તારીખ૦૩/૦૭/૨૦૨૫
સત્તાવાર વેબસાઇટwww.rmc.gov.in

અન્ય ભરતી વિશે પણ વાંચો: Surendranagar NHM Recruitment 2025: નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

RMC livestock Inspector Recruitment 2025: પોસ્ટનુ નામ અને જગ્યાઓ

  • લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર: ૦૬

RMC livestock Inspector Recruitment 2025: લાયકાત

  • ધોરણ ૧૦ પાસ
  • માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ (સર્ટીફીકેટ કોર્ષ)

RMC livestock Inspector Recruitment 2025: વય મર્યાદા

  • ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહિં.

RMC livestock Inspector Recruitment 2025: પગાર ધોરણ

  • લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર: ૨૫૦૦૦/-

અન્ય ભરતી વિશે પણ વાંચો: GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી

RMC livestock Inspector Recruitment 2025: અરજી ફી

  • ફોર્મ ભરવા માટે જાહેરાતમાં અરજી ફી નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
  • વધુ માહિતી માટે જાહેરાતની નોટીફીકેશન વાંચો.

RMC livestock Inspector Recruitment 2025: પસંદગી પ્રકિયા

  • રૂબરૂ ઇન્ટરવ્યુ અને લાયકાતના આધારે ભરતી કરવામાં આવશે

RMC livestock Inspector Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?

  • ઇચ્છુક ઉમેદવારોને જાણ કરવામા આવે છે કે તેઓએ વોક-ઇન ઇન્ટરવ્યુના દિવસે પોતાનું શિક્ષણ લાયકાત સાથે સંબંધિત તમામ પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આ ઉપરાંત, ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પરથી અગાઉથી ડાઉનલોડ કરી તેનું સંપૂર્ણપણે સાચું અને સ્પષ્ટ રીતે ભરી તૈયાર રાખવાનું રહેશે.(Application Form ડાઉનલોડ કરવાની લિંક નીચે આર્ટિકલમાં આપેલી છે.)
  • અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જેવી કે લાયકાત ના પ્રમાણપત્રો, જન્મ તારીખનો પુરાવો, ઓળખપત્ર (જેમ કે આધાર કાર્ડ), નવીન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, અને જો લાગુ પડે તો જાતિ અને અનામતના દાખલા પણ જોડવા જરૂરી રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ દસ્તાવેજોની એક અથવા બે નકલ સાથે રાખે જેથી ઇન્ટરવ્યુ સમયે કોઈ પ્રકારની અડચણ ન આવે.

RMC livestock Inspector Recruitment 2025:ઇન્ટરવ્યુ માટેનું સ્થળ

  • ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ

RMC livestock Inspector Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખ

  • ઇન્ટરવ્યુની તારીખ: ૦૩/૦૭/૨૦૨૫
  • ગુરૂવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી

RMC livestock Inspector Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ

નોટીફીકેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

અન્ય ભરતી વિશે પણ વાંચો:

Amod Nagarpalika Recruitment 2025: આમોદ નગરપાલિકા ખાતે વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત

Leave a Comment