Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં આવક મર્યાદામાં વધારો: “વધુ લોકો માટે મકાન મળવાના દરવાજા ખુલ્યા”

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળના પરિવારને મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્હોને વધુ લાભ આપવા માટે, રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કર્યો છે. આવક મર્યાદામાં થયેલા આ વધારાની વિગતો નીચે આપેલી છે.

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દીનદયાળ આવાસ યોજનાની નવી આવક મર્યાદા

ગામડાં માટે:

  • અગાઉની આવક મર્યાદા: રૂ. 1,20,000 (વાર્ષિક)
  • નવી આવક મર્યાદા: રૂ. 6,00,000 (વાર્ષિક)

શહેર માટે:

  • અગાઉની આવક મર્યાદા: રૂ. 1,50,000 (વાર્ષિક)
  • નવી આવક મર્યાદા: રૂ. 6,00,000 (વાર્ષિક)

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દીનદયાળ આવાસ યોજના

હવે ઘરનું ઘરનો સપનું થશે સાકાર” સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દીનદયાળ આવાસ યોજના સહાય

પંડિત દીનદયાળ આવાસ યોજના સહાયની વિગત નીચે મુજબ છે.

ક્રમમકાનની સ્થિતિસહાયના હપ્તાની વિગત
01વહીવટી મંજૂરીના હુકમ સાથે40,000/-
02લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ60,000/-
03શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી20,000/-
કુલ સહાયની રકમ1,20,000/-

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દીનદયાળ આવાસ યોજના જરુરી વિગત

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

Pandit Din Dayal Aavas Yojana 2024: પંડિત દીનદયાળ આવાસ યોજનાની રીત

પંડિત દીનદયાળ આવાસ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
  • નોંધણી માટે ક્લિક કરો: મેનુમાં “New User? Register Here” પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો: જરૂરી વિગતો જેવા કે નામ, જન્મ તારીખ, આધાર નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી વગેરે ભરવી.
  • યુઝરનેમ અને પાસવર્ડ બનાવો: નોંધણી પ્રક્રિયા પૂરી થાય પછી, યુઝરનેમ અને પાસવર્ડ બનાવો.
  • પોર્ટલ પર લોગિન (Login to eSamaj Kalyan Portal) કરો જરરી માહિતી ભરી સબમિટ બટન પર ક્લિક કરો.

Pandit Din Dayal Aavas Yojana અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અરજીનું સ્ટેટ્સ જોવા માટે અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment