Namo Saraswati Yojana 2024: ધોરણ – 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિધાર્થીઓને મળશે 25,000/- સહાય જલ્દી અરજી કરો

Namo Saraswati Yojana 2024: ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદ્રઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનનાં દરેક ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરીયાત વધી રહેલ છે. મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ ટેક્નોલોજી, બાયો ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ, સેમી કન્ડક્ટર જેવી ન્યુ એજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઔદ્યોગિકરણ થઇ રહ્યું છે. જેથી રાજ્યમાં વિજ્ઞાનપ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્યો ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Namo Saraswati Yojana 2024: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય પૂરી પાડવા યોજના શરુ કરવામાં આવી છે.

Namo Saraswati Yojana: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની પાત્રતા

  • જે વિધાર્થીઓ ધોરણ-10માં 50% કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે.
  • તેમના કુલ કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- કે તેથી ઓછી હોય તેવા વિધાર્થીઓને.

Namo Saraswati Yojana: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સહાયની વિગત

વિજ્ઞાન પ્રવાહ ધોરણ વાર્ષિક સહાયની રકમ
1110,000/-
1215,000/-
કુલ સહાય રકમ25,000/-

વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ- 11 અને ૧૨ અભ્યાસ કરતા વિધાર્થીઓને મળશે કુલ 25,000/- (પચ્ચીસ હજાર)ની સહાય મળશે.

Namo Saraswati Yojana: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અરજી કરવાની રીત

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મેળવવા સરકારશ્રીના ઠરાવમાં આપેલ જોગવાઈ નીચે મુજબ છે.

  • આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે તેવી જોગવાઈ ઠરાવમાં કરવામાં આવી છે.
  • નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો લક્ષ્મી* પોર્ટલ બનાવવાનું રહેશે.
  • આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  • શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ ૯ થી ૧૨માં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ)
  • નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થિનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  • પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.

Namo Saraswati Yojana: અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ ઠરાવ (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment