Namo Lakshmi Yojana Gujarat 2024: ગુજરાત સરકાર્રે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ દિકરીઓના શિક્ષણ માટે તેમજ મહીલાઓના સશક્તિકરણ માટે આ યોજના શરુ કરવામાં આવેલ છે. દીકરીઓના પોષણ અને આરોગ્યમાં સુધારો આવે જેથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી યોજના છે. આ યોજનાનો મુખ્ય દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવો છે, જેથી તેઓ શિક્ષણ અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે.
Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજનાની પાત્રતા
- અભ્યાસ: દીકરીએ ધોરણ: 01 થી 08 નો અભ્યાસ પૂર્ણ કરી ધો-09માં પ્રવેશ મેળવે.
- આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- લાખ કે તેથી ઓછી હોય.
Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના અંતર્ગત સહાય
ધોરણ | વાર્ષિક શિષ્યવૃત્તિની રકમ |
09 | 10,000/- |
10 | 10,000/- |
11 | 15,000/- |
12 | 15,000/- |
કુલ શિષ્યવૃત્તિની રકમ | 50,000/- |
Namo Lakshmi Yojana 2024: નમો લક્ષ્મી યોજનાની અરજી કરવાની રીત
નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા સરકારશ્રીના ઠરાવમાં આપેલ જોગવાઈ નીચે મુજબ છે.
- આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે તેવી જોગવાઈ ઠરાવમાં કરવામાં આવી છે.
- નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો લક્ષ્મી* પોર્ટલ બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)થી વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
- શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ ૯ થી ૧૨માં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ)
- નિયામકશ્રી, શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થિનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
- પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવાની રહેશે.
Namo Lakshmi Yojana: અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ ઠરાવ (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…