Coaching Assistance Scheme 2024: તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે સરકાર આપશે રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ફોર્મ શરુ

Coaching Assistance Scheme 2024: આજના ઝડપી અને સ્પર્ધાત્મક વિશ્વમાં, સફળતાના પથ પર શિક્ષણ મુખ્ય કડી છે. આ મહત્વને સમજતા, ગુજરાત સહિત વિવિધ રાજ્ય સરકારે, ભરતી પરીક્ષાઓની તૈયારી કરવાના વિદ્યાર્થીઓને આવશ્યક સહાય પૂરી પાડવા માટે કોચિંગ સહાય યોજના રજૂ કરી છે. આ પહેલ એ શૈક્ષણિક તકલીફ દુર કરવા અને વિવિધ પૃષ્ઠભૂમિમાંથી વિદ્યાર્થીઓને સમાન તકો પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.

Coaching Assistance Scheme 2024: કોચિંગ સહાય યોજના

વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી / જી.પી.એસ.સી. / સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧, ૨ અને ૩ ની રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

Coaching Assistance Scheme 2024: કોચિંગ સહાયની પાત્રતા

  • મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
  • તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા લાગુ પડશે. તે શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે
  • તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે
  • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

Coaching Assistance Scheme: તાલીમાર્થીએ આ ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવી

  • તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) પૈકી કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  • સંસ્થા ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.

Coaching Assistance Scheme: કોચિંગ સહાય યોજના આધાર પુરાવા

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા નીચેના આધાર પુરાવા રજુ કરવાનો રહેશે.

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • ધો. ૧૦, ધો. ૧૨ અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
  • ફી ની પહોંચ (GST No. સહિત)

Coaching Assistance Scheme: કોચિંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી તેને એકવાર ચકાસી લો અને પછી સબમિટ કરો.
  • પોર્ટલ પર લોગિન કરો: E-Samaj Kalyan Portal પર જાવા માટે આ લિંક પર ક્લિક કરો.
  • “Citizen Login” પર ક્લિક કરીને લોગિન કરો. જો તમારો એકાઉન્ટ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • કોચિંગ સહાય યોજના યોજનાઓની પસંદગી:લોગિન થયા પછી “Apply for Schemes” પર ક્લિક કરો.
  • કોચિંગ સહાય યોજના પસંદ કરો.
  • અરજી ફોર્મ ભરો:જરૂરી વિગતો દાખલ કરો.

Coaching Assistance Scheme: કોચિંગ સહાય યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અરજીની સ્થિતિ જાણવા માટેઅહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment