Morbi NHM Recruitment 2025: મોરબી જિલ્લામાં NHM હેઠળ નવી ભરતીની જાહેરાત
Morbi NHM Recruitment 2025: NHM અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા તેમજ હાલમાં ભરાયેલ જગ્યા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા આ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ તા. 01/07/2025 થી તા.05/07/2025 સુધીમાં આરોગ્યસાથી વેબસાઇટની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઇન અરજી કરવાની લિંક આર્ટિકલમાં આપેલી છે ફોર્મ ભરતાં પહેલાં વિગતવાર માહિતી વાંચો પછી જ ફોર્મ ભરો.
આરોગ્ય વિભાગ, મોરબી દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ તાંત્રિક અને બિન-તાંત્રિક સંવર્ગની ખાલી જગ્યાઓને ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂક કરવા માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે નિર્ધારિત માસિક ફિક્સ પગાર આપવામાં આવશે અને સાથે સાથે પ્રતિક્ષા યાદી પણ બનાવવામા આવશે. આ જાહેરાતમા ફોર્મ ભરવા માંગતા લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આરોગ્યસાથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in દ્વારા હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન અરજી તા. ૦૧ જુલાઈ ૨૦૨૫ થી છેલ્લી તારીખ ૦૫ જુલાઈ ૨૦૨૫ સુધી કરવાની રહેશે.
આ આર્ટીકલમા આપણે Morbi NHM Recruitment 2025 આરોગ્ય ક્ષેત્રમાં ભરતી સંબંધિત તમામ મહત્વની માહિતી સરળ ભાષામાં જાણીશું – જેમ કે પોસ્ટ્ના નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગારની વિગતો અને અરજી કરવાની પ્રક્રિયા તેમજ વય મર્યાદા. જો તમે આરોગ્ય વિભાગમાં નોકરી શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખાસ ઉપયોગી બનશે, જેનો લાભ તમે લઇ શકો છો જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો છેલ્લી તારીખ પહેલા સમયસર અરજી કરો.
Morbi NHM Recruitment 2025: ભરતી વિશે માહિતી
ભરતી બોર્ડ | મોરબી, નેશનલ હેલ્થ મિશન (NHM) |
જાહેરાત ક્રમાંક | જાહેરાત વાંચો |
પોસ્ટનું નામ | અલગ અલગ(આરોગ્ય વિભાગ) |
કેટેગરી | કરાર આધારિત(૧૧ મહિના) |
કુલ જગ્યાઓ | ૪૬ |
નોકરીનું સ્થળ | મોરબી જીલ્લો |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૫/૦૭/૨૦૨૫ |
સત્તાવાર વેબસાઇટ | www.arogyasathi.gujarat.gov.in |
આના વિશે પણ વાંચો: IBPS Recruitment 2025: પ્રોબેશનરી ઓફિસર (PO) અને મેનેજમેન્ટ ટ્રેઇની માટે અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
Morbi NHM Recruitment 2025: લાયકાત
પોસ્ટનુ નામ | પોસ્ટ માટે જરૂરી લાયકાત |
ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator) | કોઈ પણ સ્નાતક સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન , Microsoft Office જાણકાર. ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ. |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC) | કોઈ પણ સ્નાતક સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન , Microsoft Office જાણકાર. ઓછામાં ઓછો ૦૨ વર્ષનો અનુભવ. |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | બી.કોમ સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફિસ કોર્ષ તથા ઓફિસ સંચાલન અને ફાઈલ પદ્ધતીમાં કુળશતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગના જાણકાર. ૦૧ વર્ષની કામગીરીનો અનુંભવ હોવો જોઈએ. |
આયુષ મેડિકલ ઓફિસર | BHMS/BAMS/BSAM ગુજરાત હોમીયોપેથીક/આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઈએ |
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | B.Pharm/M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું એવું જોઇએ. |
FHW (Female Health Worker) | FHW/ANM ગુજરાત નર્સિંગ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન ફરજીયાત. |
સ્ટાફ નર્સ | બીએસસી નર્સિંગ/ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (જીએનએમ). |
મેડિકલ ઓફિસર | મેડીકલ કાઉન્સીલીંગ ઓફ ઇન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાથી M.B.B.S. કે તેનાથી વધુ લાયકાત, ગુજરાત મેડીકલ કાઉન્સીલીંગમાં રજીસ્ટ્રેશન કરેલા હોવું જોઇએ. ઇન્ટર્નશીપ ફરજીયાતપણે પુર્ણ કરેલ હોવી જોઇએ. ઉપરાંત હોસ્પિટલમા ૦૩ વર્ષનો અનુભવ. |
લેબોરેટરી ટેકનિશિયન | માન્યતા પ્રાપ્ત સંસ્થામાથી બેચલર ઓફ મેડીકલ લેબોરેટરી (B.Sc (MLT)) ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેક્નોલોજી .-(DMLT) અનુભવ (ઇચ્છનીય) હોસ્પિટલમાં ૦૨ વર્ષનો અનુભવ તથા વર્ડ અને એકસલમા ડેટા પ્રોસેસ માટે કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી. |
લેબ આસિસ્ટન્ટ | માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડીકલ લેબોરેટરી (B Sc. (MLT)) ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેક્નોલોજી (DMLT) અનુભવ (ઇચ્છનીય) – હોસ્પિટલમાં એક વર્ષનો અનુભવ. |
કાઉન્સેલર | સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા કાઉન્સેલિંગ/આરોગ્ય શિક્ષણ/માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી/ડિપ્લોમા, આરોગ્ય સંભાળ સુવિધામાં કાઉન્સેલર તરીકે કામ કરવાનો 2 વર્ષનો અનુભવ. |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) | BAMS/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બીજ કોષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા CCCH નો કોર્ષ B.Sc. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સીગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઇ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય. |
નોંધ: જરૂરી લાયકાત તેમજ અનુભવની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતની નોટીફિકેશન વાંચો અને ત્યારબાદ જ ઓનલાઇન ફોર્મ ભરો.
આના વિશે પણ વાંચો: Surendranagar NHM Recruitment 2025: નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
Morbi NHM Recruitment 2025: પગાર ધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટર | ૧૫૦૦૦/- |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC) | ૧૬૦૦૦/- |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | ૨૦૦૦૦/- |
આયુષ મેડિકલ ઓફિસર | ૩૧૦૦૦/- |
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | ૧૬૦૦૦/- |
FHW | ૧૫૦૦૦/- |
સ્ટાફ નર્સ | ૨૦૦૦૦/- |
મેડિકલ ઓફિસર | ૭૫૦૦૦/- |
લેબોરેટરી ટેકનિશિયન | ૨૦૦૦૦/- |
લેબ આસિસ્ટન્ટ | ૧૫૦૦૦/- |
કાઉન્સેલર | ૧૮૦૦૦/- |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | ૪૦૦૦૦/- |
Morbi NHM Recruitment 2025: પોસ્ટનુ નામ અને જગ્યાઓ
ડેટા એન્ટ્રી ઓપરેટર | ૦૧ |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC) | ૦૧ |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | ૦૧ |
આયુષ મેડિકલ ઓફિસર | ૦૪ |
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | ૧૪ |
FHW | ૦૩ |
સ્ટાફ નર્સ | ૦૩ |
મેડિકલ ઓફિસર | ૦૨ |
લેબોરેટરી ટેકનિશિયન | ૦૩ |
લેબ આસિસ્ટન્ટ | ૦૧ |
કાઉન્સેલર | ૦૧ |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | ૧૨ |
Morbi NHM Recruitment 2025: વય મર્યાદા
- ડેટા એન્ટ્રી ઓપરેટર: ૪૦ વર્ષ સુંધી
- પ્રોગ્રામ આસિસ્ટન્ટ (DPMCC): ૪૦ વર્ષ સુંધી
- એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર: ૪૦ વર્ષ સુંધી
- આયુષ મેડિકલ ઓફિસર: ૪૦ વર્ષ સુંધી
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: ૪૦ વર્ષ સુંધી
- FHW: ૪૫ વર્ષ સુંધી
- સ્ટાફ નર્સ: ૪૫ વર્ષ સુંધી
- મેડિકલ ઓફિસર: ૪૦ વર્ષ સુંધી
- લેબોરેટરી ટેકનિશિયન: ૪૦ વર્ષ સુંધી
- લેબ આસિસ્ટન્ટ: ૪૦ વર્ષ સુંધી
- કાઉન્સેલર: ૪૦ વર્ષ સુંધી
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસર: ૪૦ વર્ષ સુંધી
Morbi NHM Recruitment 2025: અરજી ફી
- આ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન (MMC) NHM હેઠળની ભરતી માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી. તેથી અરજદારોએ કોઈ ફી વગર ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ અરજી કરવાની રહેશે.
Morbi NHM Recruitment 2025: પસંદગી પ્રકિયા
- આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી સીધી મેરીટના આધારે કરવામાં આવશે.એટલે કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને સંબંધિત અનુભવના આધારે પસંદગી કરવામા આવશે.
આના વિશે પણ વાંચો: GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ પર નવી ભરતી જાહેરાત
Morbi NHM Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌ પ્રથમ,સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર લોગિન કરો.
- હોમપેજ પર આપેલ ભરતીનું નામ અને જાહેરાત શોધો, જેના સામે “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ અરજી ફોર્મમાં તમારું સંપૂર્ણ નામ, લિંગ, જન્મતારીખ, સરનામું, મોબાઇલ નંબર, ઈમેઇલ અને શૈક્ષણિક લાયકાત જેવી વિગતો ભરો.
- જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી (signature) અપલોડ કરો.
- તમામ માહિતી વ્યવસ્થિત ભર્યા બાદ ” Final Submit” બટન પર ક્લિક કરો.
- ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી,અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ રાખવી અનિવાર્ય છે,જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે.
Morbi NHM Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | ૦૧/૦૭/૨૦૨૫ |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૫/૦૭/૨૦૨૫ |
Morbi NHM Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ
નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
અમારી વોટસએપ ચેનલ | અહીં ક્લિક કરો |
અમારુ વોટસએપ ગ્રુપ | અહીં ક્લિક કરો |
આના વિશે પણ વાંચો: SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો