IBPS Recruitment 2025: પ્રોબેશનરી ઓફિસર (PO) અને મેનેજમેન્ટ ટ્રેઇની માટે અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

IBPS Recruitment 2025: બેંકમાં સરકારી નોકરીની તક, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

IBPS Recruitment 2025: IBPS(ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન) દ્વારા 2025માં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો માટે પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇનીની પોસ્ટ્સ માટે નવી ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ ભરતી IBPS(ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન) દ્વારા વિવિધ કેટેગરી હેઠળ કરવામા આવશે.ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો સ્નાતક કે સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.આ ભરતી પ્રક્રિયામાં પહેલા પ્રીલિમિનરી એકઝામ, પછી મુખ્ય પરીક્ષા અને અંતે ઇન્ટરવ્યૂ લેવાશે.રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અધિકૃત વેબસાઈટ https://ibps.in નો ઉપયોગ કરી શકે છે અથવા આર્ટીકલની સૌથી છેલ્લે ફોર્મ ભરવાની લિંક આપેલી છે.

IBPS ભરતી 2025ની જાહેરાત અનુસાર, ફોર્મ ભરવાની તારીખ, પરીક્ષાની તારીખો અને અન્ય વિગતો આર્ટીકલમા આપેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ નોંધવું જરૂરી છે કે ફોર્મ ભરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો જેવા કે તાજેતરનો પાસપોર્ટ સાઈજનો ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો તૈયાર રાખવા જેથી ફોર્મ ભરતી વખતે તકલિફ ન પડે. ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન જ ભરવી પડશે. IBPS(ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન) ભરતીમાં પસંદગી માટેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે અને દરેક પોસ્ટ માટે અલગ અલગ અભ્યાસક્રમ અને પેપર પેટર્ન રહેશે. જેમ કે PO માટે રિઝનિંગ, ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને અંગ્રેજી મહત્વપૂર્ણ વિષયો છે.પરીક્ષાનુ પરિણામ પણ ઓનલાઈન જ જાહેર કરવામા આવશે. વધુ માહિતી માટે આર્ટીકલ ધ્યાનથી વાંચો.આભાર

IBPS Recruitment 2025 : ભરતી વિશે માહિતી

ભરતી બોર્ડIBPS(ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન)
જાહેરાત ક્રમાંકCRP PO/MT-XV
પોસ્ટનું નામપ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની
કેટેગરીસરકારી
કુલ જગ્યાઓ૫૨૦૮
પગાર ધોરણ₹૪૮૪૮૦/- બેજિક
અરજી પદ્ધતિઓનલાઈન
નોકરીનુ સ્થળભારતમાં ક્યાય પણ
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ૦૧/૦૭/૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ૨૧/૦૭/૨૦૨૫
સત્તાવાર વેબસાઇટwww.ibps.in

IBPS Recruitment 2025: લાયકાત

  • ઉમેદવાર પાસે ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં (Graduation)સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.
  • ઉમેદવાર પાસે નોંધણીના દિવસે સ્નાતક પાસ હોવાનુ પ્રમાણપત્ર અથવા માર્કશીટ હોવી ફરજિયાત છે.
  • ઉમેદવારએ ઓનલાઈન અરજી કરતી વખતે સ્નાતકમાં મેળવેલી ટકાવારી સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજીઆત છે.

IBPS Recruitment 2025: કુલ જગ્યાઓ

બેંકનું નામખાલી જગ્યાઓ
બેંક ઓફ બરોડા૧૦૦૦
બેંક ઓફ ઇન્ડિયા૭૦૦
બેંક ઓફ મહારાષ્ટ્ર૧૦૦૦
કેનેરા બેંક૧૦૦૦
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા૫૦૦
ઇન્ડિયન ઓવરસીઝ બેંક૪૫૦
પંજાબ નેશનલ બેંક૨૦૦
પંજાબ & સિંધ બેંક૩૫૮
કુલ ખાલી જગ્યાઓ૫૨૦૮

IBPS Recruitment 2025: વય મર્યાદા

  • ન્યૂનતમ વય: 20 વર્ષ
  • અધિકતમ વય: 30 વર્ષ
  • જન્મ તારીખની મર્યાદા: 02 જુલાઈ 1995 થી 01 જુલાઈ 2005 વચ્ચે હોવી જરૂરી છે.
  • ઉમેદવારનો જન્મ 02/07/1995 પહેલા ન થયો હોવો જોઈએ અને 01/07/2005 પછી પણ ન થયો હોવો જોઈએ.
  • આ વય મર્યાદા મુજબ જ ઉમેદવારો અરજી કરવા પાત્ર ગણાશે.

વય મર્યાદામા છુટછાટ નીચે મુજબ રહેશે:

  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે: 5 વર્ષ
  • અન્ય પછાત વર્ગ (OBC) ઉમેદવારો માટે: 3 વર્ષ
  • શારીરિક રીતે અક્ષમ (PwBD) ઉમેદવારો માટે: કુલ 10 વર્ષ
  • ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે: 5 વર્ષ

આના વિશે પણ વાંચો: GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી

IBPS Recruitment 2025: અરજી ફી

  • જનરલ/EWS/OBC: ૮૫૦/-
  • SC/ST/Ex-Se/ PWD/ EBC: ૧૭૫/-
  • તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે.
  • અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૨૧/૦૭/૨૦૨૫ છે.

IBPS Recruitment 2025: પસંદગી પ્રકિયા

  • પ્રાથમિક પરીક્ષા (Prelims Exam)
  • મુખ્ય પરીક્ષા (Mains Exam)
  • વ્યક્તિગત ઇન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ:

વિષયપ્રશ્નોમાર્કસમય
અંગ્રેજી ભાષા૩૦૩૦૨૦ મિનિટ
માત્રાત્મક યોગ્યતા(Quantitative Aptitude)૩૫૩૫૨૦ મિનિટ
તર્ક ક્ષમતા(Reasoning)૩૫૩૫૨૦ મિનિટ
કુલ પ્રશ્નો/માર્ક/સમય૧૦૦૧૦૦૧ કલાક (૬૦મિનિટ)

મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ:

વિષયપ્રશ્નોમાર્કસમય
તર્ક યોગ્યતા ૪૦૬૦૫૦ મિનિટ
સામાન્ય/અર્થતંત્ર/બેંકિંગ
જાગૃતિ/ડિજિટલ નાણાકીય જાગૃતિ
આરબીઆઈ સહિત
પરિપત્રો
૩૫૫૦૨૫ મિનિટ
અંગ્રેજી ભાષા૩૫૪૦૪૦ મિનિટ
ડેટા અર્થઘટન અને વિશ્લેષણ૩૫૫૦૪૫ મિનિટ
કુલ પ્રશ્નો/માર્ક/સમય૧૪૫૨૦૦૧૬૦ મિનિટ
વર્ણનાત્મક (Essay and
Comprehension)
૦૨૨૫૩૦ મિનિટ

IBPS Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?

  • IBPS(ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન)ની સત્તાવાર વેબસાઇટ www.ibps.in પર જાઓ.
  • “Apply Online” અરજી કરો લિંક પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વાર ફોર્મ ભરતા હોવ તો નવું રજીસ્ટ્રેશન કરો અને તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ઓનલાઈન ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો (ફોટો,સહી,અંગૂઠાનું નિશાન, અને પોતાના હાથે લખેલું સોગંદનામુ) અપલોડ કરો.
  • લાગુ પડતી અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
  • છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરી લો.

આના વિશે પણ વાંચો: SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો

IBPS Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરુ થયા તારીખ૦૧/૦૭/૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૨૧/૦૭/૨૦૨૫
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ૨૧/૦૭/૨૦૨૫
પ્રાથમિક પરીક્ષાની તારીખઓગસ્ટ ૨૦૨૫
મુખ્ય પરીક્ષાની તારીખઓક્ટોબર ૨૦૨૫

IBPS Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ

નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
અમારી વોટસએપ ચેનલઅહીં ક્લિક કરો
અમારુ વોટસએપ ગ્રુપઅહીં ક્લિક કરો

આના વિશે પણ વાંચો: SSC MTS And Havaldar Recruitment 2025: 10 પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર

Leave a Comment