SSC CHSL Recruitment 2025: 12 પાસ ઉમેદવારો માટે નોટિફિકેશન જાહેર,ઓનલાઇન અરજી શરૂ
Staff Selection commission (SSC) દ્વારા CHSL જગ્યાઓ માટે ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા અધિકૃત વેબસાઇટ https://ssc.gov.in/ પર 23 જૂન 2025થી શરૂ થઇ ચુકી છે અને છેલ્લી તારીખ 18 જુલાઈ 2025 છે.આ ભરતીમાં ફોર્મ ભરતાપહેલાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ SSC CHSL 2025નું સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે જેથી તમામ યોગ્યતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, અભ્યાસક્રમ, વય મર્યાદા અને અન્ય જરૂરી માહિતી મળી શકે તેમજ આ ભરતીને લગતી વધુ માહિતી અહી આર્ટિકલમાં આપેલી છે આર્ટિકલ વાંચો પછી જ ફોર્મ ભરો.આ મોકો ખાસ કરીને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ઉત્તમ છે.વધુ માહિતી માટે અને અરજી કરવા માટે, ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત અવશ્ય લો.
SSC CHSL Recruitment 2025: ભરતી વિશે માહિતી
ભરતી બોર્ડ | Staff Selection commission (SSC) |
જાહેરાત ક્રમાંક | F.No – HQ-C1102/9/2025-C-1 |
પોસ્ટનું નામ | LDC/JSA/DEO/PA/SA |
કેટેગરી | વર્ગ ૩ |
કુલ જગ્યાઓ | ૩૧૩૧( અંદાજિત ) |
પગાર ધોરણ | ૧૯૯૦૦/- બેજીક |
નોકરીનું સ્થળ | ભારતમાં ક્યાંય પણ |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ | ૨૬/૦૬/૨૦૨૫ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૮/૦૭/૨૦૨૫ |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.gov.in |
આના વિશે પણ વાંચો: SSC MTS And Havaldar Recruitment 2025: 10 પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર
SSC CHSL Recruitment 2025: લાયકાત
- માન્ય બોર્ડમાંથી ૧૦+૨ (ધોરણ ૧૨) પાસ કરેલ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
SSC CHSL Recruitment 2025: પગાર ધોરણ
- લોવર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સચિવાલય સહાયક (JSA): 19900/-
- ડેટા એન્ટ્રી ઑપરેટર (DEO)/પોસ્ટલ અસિસ્ટન્ટ (PA)/સોર્ટિંગ અસિસ્ટન્ટ (SA): 25500/-
SSC CHSL Recruitment 2025: કુલ જગ્યાઓ
આ જગ્યાઓ માટે કામચલાઉ ખાલી જગ્યાઓ નીચે મુજબ છે:
- CHSL : ખાલી જગ્યાઓ એકત્રિત કરવામાં આવી રહી છે
- અંદાજિત ૩૧૩૧ જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.
SSC CHSL Recruitment 2025: વય મર્યાદા
- 01 જાન્યુઆરી 2026 સુધી ઉમેદવારની વય નીચે મુજબ હોવી જોઈએ:
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અર્થાત્, ઉમેદવારનો જન્મ 02 જાન્યુઆરી 1999 પહેલાંનો અને 01 જાન્યુઆરી 2008 પછીનો ન હોવો જોઈએ.
SSC(Staff Selection commission) ની CHSLની પોસ્ટ માટે ઉંમર મર્યાદા નીચે મુજબ લાગુ પડે છે.
કેટેગરી | ઉંમર મર્યાદામાં છૂટછાટ |
---|---|
SC/ST | ૫ વર્ષ |
OBC | ૩ વર્ષ |
PwBD (બિન અનામત) | ૧૦ વર્ષ |
PWBD (OBC) | ૧૩ વર્ષ |
PWBD (SC/ST) | ૧૫ વર્ષ |
ભૂતપૂર્વ સૈનિક (ESM) | હાલની ઉંમરમાંથી નોકરીના સમય ઘટાડા પછી ૦૩ વર્ષ |
વિદેશી હુમલાઓ અથવા અશાંત વિસ્તારમાં ફરજ દરમિયાન નિષ્ળળ બની ચૂકેલા અને મુક્ત કરાયેલા રક્ષાકર્મીઓ | 3 વર્ષ |
ઉપરોક્ત સ્થિતિમાં નિષ્ળળ બનેલા SC/ST રક્ષાકર્મીઓ | 8 વર્ષ |
3 વર્ષથી નિયમિત સેવા આપતા કેન્દ્રીય સરકારના કર્મચારી. | ૪૦ વર્ષની ઉંમર સુધી |
3 વર્ષથી નિયમિત સેવા આપતા કેન્દ્રીય સરકારના કર્મચારી(SC/ST). | ૪૫ વર્ષની ઉંમર સુધી |
વિધવાઓ,પતિથી વિખૂટા પડેલી મહિલાઓ અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ (જેઓએ પુનર્લગ્ન કર્યું નથી) | ૩૫ વર્ષની ઉંમર સુધી |
વિધવાઓ, પતિથી વિખૂટા પડેલી મહિલાઓ અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ(SC/ST) (જેઓએ પુનર્લગ્ન કર્યું નથી) | 40 વર્ષની ઉંમર સુધી |
આના વિશે પણ વાંચો: GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી
SSC CHSL Recruitment 2025: અરજી ફી
- જનરલ/EWS/OBC: ૧૦૦/-
- SC/ST/Ex-Se/ PWD/ EBC: અરજી ફી ભરવાની રહેશે નહી.
- સ્ત્રીઓ (બધી કેટેગરી માટે): અરજી ફી ભરવાની રહેશે નહી
- તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે
- ઓનલાઇન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૧૯/૦૭/૨૦૨૫ છે.
SSC CHSL Recruitment 2025: પસંદગી પ્રકિયા
- પેપર-I (CBT) ની પરીક્ષા
- પેપર-II (CBT) ની પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઇનલ મેરીટ યાદી
SSC CHSL Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ www.ssc.nic.in પર જાઓ.
- મુખ્ય પેજ પર “Apply” વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે નવા ઉમેદવાર છો, તો “Register Now” પર ક્લિક કરીને તમારું રજીસ્ટ્રેશન કરો. જો પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે તો Login કરો.
- રજીસ્ટ્રેશન સમયે તમારું નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે જેવી મૂળભૂત વિગતો દાખલ કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તમારું Registration Number અને Password મળશે. તેની મદદથી લોગિન કરો.
- ત્યારબાદ “Apply” લિંક પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.
- ફોર્મમાં માંગેલી વધુ વિગતો ભરવી – જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ (જો હોય), અને પસંદગીના એક્ઝામ સેન્ટર પસંદ કરો.
- જરૂરી દસ્તાવેજો જેવી કે ફોટો, સહી, પ્રમાણપત્ર વગેરે અપલોડ કરો.
- ત્યારબાદ અરજી ફી ઓનલાઇન પદ્ધતિથી ભરો Debit Card,Credit Card અથવા Net Banking વડે.
- આખરે ફોર્મ રીવ્યુ કરો અને સબમિટ કરો.
- અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તેનું પ્રિન્ટઆઉટ જરૂરથી કાઢી રાખો ભવિષ્યના ઉપયોગ માટે.
આના વિશે પણ વાંચો: SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો
SSC CHSL Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ | ૨૩ જૂન ૨૦૨૫થી ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ. |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૮ જુલાઈ ૨૦૨૫ રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી અરજી કરી શકાશે. |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | ૧૯ જુલાઈ ૨૦૨૫ રાત્રે ૧૧:૦૦ વાગ્યા પહેલા અરજી ફી ભરવાની રહેશે. |
અરજીમાં સુધારણા કરવાની તારીખ | 2૩ અને ૨૪ જુલાઈ 2025 દરમિયાન રાત્રે 11:00 વાગ્યા સુધી અરજીમાં સુધારો કરી શકાશે. |
પેપર-I (CBT) ની પરીક્ષા | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કમ્પ્યુટર આધારિત પરીક્ષાનુ આયોજન થશે. |
પેપર-II (CBT) ની પરીક્ષા | ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ |
SSC CHSL Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ
નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |