SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો

SBI PO Recruitment 2025: SBI(સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)દ્વારા PO(પ્રોબેશનરી ઓફિસર) માટે ભરતી જાહેર

SBI(સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)દ્વારા PO(પ્રોબેશનરી ઓફિસર) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 2025-26 માટે કુલ 541 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જે માટે ઓનલાઈન અરજીઓની શરૂઆત 24 જૂન 2025થી થઇ ચૂકી છે. જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેઓ માટે આ તક ગુમાવવી નહિ. અરજી કરવાની છેલ્લી તારીખ 14/07/2025 નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરતી વખતે તમારા દસ્તાવેજો, ફોટો અને સહી સહિતની માહિતી તૈયાર રાખો જેથી ફોર્મ ભરતી વખતે મુશ્કેલી ન પડે. આ ભરતી પ્રક્રિયા વિવિધ ચરણોમાં યોજાય છે જેમાં પ્રીલીમ પરીક્ષા, મેન પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. દરેક ચરણ માટે યોગ્ય તૈયારી કરવી જરૂરી છે. આથી તમે જો SBI(સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) માં PO( પ્રોબેશનરી ઓફિસર)બનવાની ઈચ્છા રાખો છો તો આજથી જ તૈયારી શરૂ કરો.ફોર્મ ભરવાની વિગતવાર માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.ફોર્મ ભરતા પહેલા આ માહિતી ધ્યાનથી વાંચો. આભાર

શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો અને બેંકિંગ ક્ષેત્રમાં પોતાની નોકરી મેળવવા માંગો છો? તો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા POની કુલ 541 જગ્યાઓ માટે ભરતી એક ઉત્તમ તક છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) તરીકેની ભરતી માટે 2025-26ની ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે આ તક અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે PO પદ નમ્રતા, પ્રતિષ્ઠા અને પ્રગતિના નવા દરજ્જા આપે છે.SBIમાં PO તરીકેની નોકરી મેળવવા માંગતા અને રસ ધરાવનારા ઉમેદવારોએ અવશ્ય આ ભરતીમાં ફોર્મ ભરવું જોઇએ.

SBI PO Recruitment 2025 : ભરતી વિશે માહિતી

ભરતી બોર્ડસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India – SBI)
જાહેરાત ક્રમાંકCRPD/PO/2025-26/04
પોસ્ટનું નામPO(પ્રોબેશનરી ઓફિસર)
કેટેગરીવર્ગ ૩
કુલ જગ્યાઓ૫૪૧
પગાર ધોરણ૨૭૬૨૦/- બેઝિક
અરજી પદ્ધતિઓનલાઈન
ફોર્મ ભરવાનું શરૂ થયા તારીખ૨૪/૦૬/૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ૧૪/૦૭/૨૦૨૫
સત્તાવાર વેબસાઇટhttps://ibpsonline.ibps.in/sbipomay25/

SBI PO Recruitment 2025 : લાયકાત

  • SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) PO(પ્રોબેશનરી ઓફિસર)ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની (Bachelor’s Degree) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • તે ઉમેદવારો પણ અરજી કરી શકે છે, જે હાલમાં સ્નાતક અભ્યાસના છેલ્લા વર્ષ કે છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. જો આવા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે, તો તેઓએ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્નાતકની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવી જોઈએ અને તેનું પ્રમાણપત્ર (ડિગ્રી) જરૂર પડે રજૂ કરવું પડશે.
  • જો ઉમેદવાર પાસે ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) છે, તો તેમને ખાતરી કરવી પડશે કે તેઓએ તેમની ડિગ્રી 30/09/2025 કે તે પહેલાં મેળવેલી છે.
  • મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી અન્ય વ્યાવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

SBI PO Recruitment 2025 : કુલ જગ્યાઓ

પોસ્ટનું નામકેટેગરીGeneral EWSOBCSCSTકુલ જગ્યાઓ
પ્રોબેશનરી ઓફિસર (PO)રેગ્યુલર૨૦૩૫૦૧૫૮૭૫૩૭૫૦૦
બેકલોગ૦૫૩૬૪૧
કુલ જગ્યાઓ૨૦૩૫૦૧૫૮૮૦૭૩૫૪૧

SBI PO Recruitment 2025 : વય મર્યાદા

  • તારીખ ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ ઓછામાં ઓછી ૨૧ અને વધુમાં વધુ ૩૦ વર્ષ.
  • ઉમેદવારનો જન્મ ૦૨/૦૪/૧૯૯૫ પહેલા અને ૦૧/૦૪/૨૦૦૪ પછી થયેલો ન હોવો જોઈએ 
  • સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,દિવ્યાંગ ઉમેદવારોને મંડળના નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

SBI PO Recruitment 2025 : અરજી ફી

  • જનરલ/EWS/OBC: ૭૫૦/-
  • SC/ST/Ex-Se/ PWD/ EBC: અરજી ફી ભરવાની રહેશે નહી.
  • તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે.

SBI PO Recruitment 2025 : પસંદગી પ્રકિયા

  • Prelims Exam
  • Mains Exam
  • વ્યક્તિગત ઇન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

SBI PO Recruitment 2025 : ફોર્મ કેવી રીતે ભરવું?

  • SBI(સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ની સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers/current-openings પર જાઓ.
  • “Apply Online” અરજી કરો લિંક પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વાર ફોર્મ ભરતા હોવ તો નવું રજીસ્ટ્રેશન કરો અને તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, અંગૂઠાનું નિશાન, અને પોતાના હાથે લખેલું સોગંદનામુ) અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો (જો લાગુ હોય).
  • ભરેલું અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરી લો.

SBI PO Recruitment 2025 : મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરુ થયા તારીખ૨૪/૦૬/૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૧૪/૦૭/૨૦૨૫
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ૧૪/૦૭/૨૦૨૫
પ્રાથમિક પરીક્ષાના એડમિટ કાર્ડ શરુ જુલાઈ 2025 (ત્રીજો/ચોથો સપ્તાહ)
પ્રાથમિક પરીક્ષાની તારીખજુલાઈ/ઓગસ્ટ 2025
પ્રાથમિક પરીક્ષાનુ પરિણામઓગસ્ટ/સપ્ટેમ્બર 2025

SBI PO Recruitment 2025 : મહત્વપૂર્ણ લિંક્સ

નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતી વિશે પણ વાંચો:

RMC livestock Inspector Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ભરતી 2025

GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી

Amod Nagarpalika Recruitment 2025: આમોદ નગરપાલિકા ખાતે વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત

GSSSB Wireman Recruitment 2025: ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 ની કુલ ૬૬ જગ્યાઓ માટે ભરતી

Leave a Comment