Divyang Lagna Sahay Yojana 2024: દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત લગ્ન માટે ₹1 લાખની આર્થિક સહાય

Divyang Lagna Sahay Yojana 2024: દિવ્યાંગ લોકો માટે લગ્ન જીવનમાં અનેક પડકારો ઉભા થાય છે. આ પડકારોને પાર કરવાની સાથે સાથે જીવનમાં સુખ અને સંતોષ મેળવવા માટે સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય એ એવી જ એક મહત્વની યોજના છે, જે દિવ્યાંગ વ્યક્તિઓના લગ્નને સહુલિયત અને સમર્થન પૂરું પાડે છે.

Divyang Lagna Sahay Yojana 2024: દિવ્યાંગ લગ્ન સહાય યોજના

દિવ્યાંગ લગ્ન સહાય યોજના દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને વિવાહિત જીવન શરૂ કરવાની પ્રેરણા મળે છે. આ યોજના દ્વારા આર્થિક સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, જેનાથી તેઓ તેમના લગ્ન માટે જરૂરી વ્યવસ્થાઓ કરી શકે છે.

Divyang Lagna Sahay: દિવ્યાંગ લગ્ન સહાય યોજના સહાયની રકમ અને વિધિ

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ દંપતીઓને કેટલીક નક્કી રકમની સહાય આપવામાં આવે છે. આ સહાય માટે અરજી કરતી વખતે, કેટલીક જરૂરિયાતોને પૂરી પાડવી પડે છે:

  • સહાયનો દર: આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • વધુતમ વય મર્યાદા: કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ..
  • દિવ્યાંગતાનો પ્રમાણપત્ર: અરજી કરતા પહેલા, માન્ય તબીબી પ્રાધિકરણ દ્વારા જારી કરાયેલ દિવ્યાંગતાનો પ્રમાણપત્ર જરૂરી છે.
  • અરજીની સમય મર્યાદા : આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
  • લાભ અવધિ: યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.

Divyang Lagna Sahay: દિવ્યાંગ લગ્ન સહાય યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ

દિવ્યાંગ લગ્ન સહાય યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ નેચે મુજબ છે.

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

Divyang Lagna Sahay: દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી તેને એકવાર ચકાસી લો અને પછી સબમિટ કરો.
  • પોર્ટલ પર લોગિન કરો: E-Samaj Kalyan Portal પર જાવા માટે આ લિંક પર ક્લિક કરો.
  • “Citizen Login” પર ક્લિક કરીને લોગિન કરો. જો તમારો એકાઉન્ટ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજનાઓની પસંદગી:લોગિન થયા પછી “Apply for Schemes” પર ક્લિક કરો.
  • દિવ્યાંગ લગ્ન સહાય પસંદ કરો.
  • અરજી ફોર્મ ભરો:જરૂરી વિગતો દાખલ કરો.

Divyang Lagna Sahay: દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અરજીની સ્થિતિ જાણવા માટેઅહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…


Leave a Comment