Vajpayee Bankable Yojana 2024: વાજપેયી બેન્કેબલ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોને વધારવું અને રોજગાર સુવિધાઓનો વિકાસ કરવો છે. આ યોજના તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે, અને તેનો હેતુ ગુજરાતના નાના વ્યવસાયો અને લઘુ ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડી તેમને તેમના બિઝનેસને વધુ વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે.
Vajpayee Bankable Yojana 2024: વાજપેયી બેન્કેબલ યોજનાનો ઉદ્દેશ
આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
Vajpayee Bankable Yojana 2024: વાજપેયી બેન્કેબલ યોજનાની ખાસિયતો
- લોનની સહાયતા: વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ, લઘુ અને નાના ઉદ્યોગો માટે બૅન્કમાંથી લોન મેળવવી સરળ છે. આ લોન રૂ. 1 લાખથી લઈને રૂ. 8 લાખ સુધીની ઉપલબ્ધ છે, જે વ્યાજદરમાં છૂટ આપી આર્થિક મદદ પૂરી પાડે છે.
- આવશ્યકતા: આ યોજનાનો લાભ લેવા માટે અરજીકર્તાને 18 વર્ષથી 65 વર્ષના વયસમુહનો હોવો જોઈએ. સાથે, અરજીકતા સ્થાયી મૂળના અને ગુજરાતનો વતની હોવો જોઈએ.
Vajpayee Bankable Yojana: વાજપેયી બેન્કેબલ યોજનાની પાત્રતા
- શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
- તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
- કોઈ આવક મર્યાદા નથી.
Vajpayee Bankable Yojana: વાજપેયી બેન્કેબલ યોજનાની ધિરાણની મહત્તમ મર્યાદા
વાજપેયી બેન્કેબલ યોજનાની ધિરાણની મહત્તમ મર્યાદા નીચે મુજબ છે.
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
Vajpayee Bankable Yojana: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીની સ્થિતિ જાણવા | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…