Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 એક નવા યુગની શરૂઆત આ એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજના નબળા અને પાછળ પડેલા વર્ગોને સમર્થન અને સુવિધા પૂરી પાડવી. આ યોજના મુખ્યત્વે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસના માર્ગે નવું ચિંતન લાવી રહી છે. નાના ધંધા-રોજગાર કરતા કારીગરોને મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઈ-વાઉચર આપશે.
Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના ગુજરાત 2.0 નવા સુધારા
- માનવ ગરિમા યોજનાને માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરવાથી હવે પછી “માનવ કલ્યાણ યોજના” અમલમાં રહેશે.
- તા.૦૧/૦૭/૨૦૨૪ના ઠરાવ મુજબ ૧૦ ટ્રેડ માટે લાભાર્થીને ઇ-વાઉચર દ્વારા ટૂલકિટની સહાય મળવા પાત્ર થશે.
- માનવ કલ્યાણ યોજનાનું અમલીકરણ ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા કરવામાં આવશે.
- તાલીમ સંબંધીત તમામ કામગીરી માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.
- ટુલકીટને સંબંધીત તમામ આનુષંગિક કામગીરી માટે ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી.ની કચેરી નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.
Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના ગુજરાત 2.0 નવા સુધારા મુખ્ય લક્ષણો
- બેઝિક કૌશલ્ય તાલીમ(વૈકલ્પિક)
- ટૂલકીટ સહોય(ઈ-વાઊચર દ્વારા)
- ધિરાણ પર સહાય(વર્કિંગ કેપિટલ
Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજનાની પાત્રતા
માનવ કલ્યાણ યોજનાની પાત્રતા નીચે મુજબ છે.
- અરજદારશ્રીની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- આ યોજના ગુજરાતના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના તમામ લોકોને લાગુ પડશે.
- કુટુંબ દીઠ એક લાભાર્થી જ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે.
- વિધવા અને બી.પી.એલ. કાર્ડ ધરાવનાર(૦ થી ૧૬ બી.પી.એલ સ્કોર ધરાવનાર) તથા ઓછી આવક ધરાવતાં લાભાર્થીઓની અરજીઓને અગ્રતા આપવાની રહેશે.
- કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી ન હોવો જોઈએ.
- માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજાર સ્વરૂપે સહાય મેળવવા કુટુંબની આવક મર્યાદા રૂ.૬ લાખ રહેશે.
Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજનાની નવા સુધારાથી ટૂલ કીટ સહાય
તા.૦૧/૦૭/૨૦૨૪ના ઠરાવ મુજબ ૧૦ ટ્રેડ માટે લાભાર્થીને ઇ-વાઉચર દ્વારા ટૂલકિટની સહાય મળવા પાત્ર થશે.
ક્રમ | ટ્રેડ (સાધન સહાય) | ક્રમ | ટ્રેડ (સાધન સહાય) |
૧ | દૂધ દહીં વેચનાર | ૬ | પ્લમ્બર |
૨ | ભરતકામ | ૭ | સેન્ટિંગ કામ |
૩ | બ્યુટી પાર્લર | ૮ | ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ |
૪ | પાપડ બનાવટ | ૯ | અથાણા બનાવટ |
૫ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ | ૧૦ | પંચર કિટ |
Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના ઓનલાઈન અરજી કરવાની રીત
માનવ કલ્યાણ યોજના ઓનલાઈન અરજી કરવાની રીત નીચે મુજબ છે.
- માનવ કલ્યાણ યોજના હેઠળ તમામ અરજદારોએ ઓનલાઈન અરજી “ઈ-કુટીર પોર્ટલ” પર કરવાની રહેશે.
- જો અરજદારશ્રી બેઝિક તાલીમ મેળવવા ઈચ્છુક હોય તો, તેમણે ઓનલાઈન અરજી કરતી વખતે જ તે અંગેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- અરજદાર દ્વારા ઓનલાઈન કરવામાં આવેલ અરજીનું વેરિફિકેશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કક્ષાએ કરવાનું રહેશે.
- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કક્ષાએ અરજદારશ્રીની અરજીની ચકાસણી થયા બાદ તે પૈકી પસંદગી પામેલ અરજીઓ ઓનલાઇન ડ્રો માટે જીલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
- ઓનલાઈન ડ્રો માં પસંદગી પામેલ લાભાર્થીઓને જ તેમની અરજી અનુસાર બેઝિક તાલીમ અને ટુલકીટ મળવાપાત્ર થશે.
Manav Kalyan Yojana અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2.0 નવા સુધારા ઠરાવ | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…